વડોદરામાં 80માં સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ધ્વજારોહણ
Live TV
-
માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ધ્વજવંદન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી અને ઉપસ્થિત સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
વિકસિત ભારત 2047નું લક્ષ્ય આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ 80મો સ્વાતંત્ર્ય દિન માત્ર ઉજવણી નથી, પરંતુ આગામી 20 વર્ષના આયોજન માટેની મહાન પ્રેરણા છે.56 વિશિષ્ટ પ્રતિનિધિઓનું સન્માન વડોદરા જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર કુલ 56 કર્મચારીઓ, ખેલાડીઓ અને નાગરિકોને પ્રશસ્તીપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.રોજગારી અને જળ સંચય પર ભાર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 7,403 મેગા રોજગાર ભરતીમેળાઓ દ્વારા 6.54 લાખથી વધુ યુવાનોને નોકરી પૂરી પાડવામાં આવી છે, તેમજ જળ-સંચય અને પૂર નિયંત્રણ માટે વ્યાપક કામગીરી કરાઈ છે.
