વડોદરા-ચિંતન શિબરનો પ્રારંભ, પીએમ પાઠવશે સંદેશ
Live TV
-
ત્રણ દિવસના કાર્યક્રમમાં, મંત્રીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
વડોદરામાં ત્રણ દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. રાજ્ય સરકારની આ ચિંતન શિબિરમાં , ગુડ ગવર્નસની થિમ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ ચિંતન શિબિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , વીડિયો કોન્ફરન્સથી સંદેશો પાઠવશે. ત્રણ દિવસના કાર્યક્રમમાં, મંત્રીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહેશે. મુખ્ય સચિવ , પ્રેઝન્ટેશન રજૂ કરશે. જેમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિમાં વધુ સુધારા કરી , સામાન્ય જનને વધુમાં વધુ કઈ રીતે મદદરૂપ થઈ શકાય , તે અંગે અધિકારીઓ સાથે મંત્રીઓ ચર્ચા કરશે. પ્રજાને સ્પર્શતા વિવિધ વિષયો પર , વિસ્તૃત ચર્ચાઓ થશે. મંત્રીઓ તથા લગભગ સવા બસો જેટલા અધિકારીઓ મળી , આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે
