વડોદરા: નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને લઈને કાર્યવાહી
Live TV
-
વડોદરા શહેરના નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઈજનેર મનસુખ બગડાએ ફરજ બજાવવામાં બેદરકારી દર્શાવતા મ્યુનિસિપલ કમિશનરે તેમને સસ્પેન્ડ કર્યા હતા. તેમજ પાણી પુરવઠા વિભાગના વડા અલ્પેશ મજમુદાર અને ઈજનેર રાજેશ ચૌહાણની બદલી કરી હતી. હાલ સમગ્ર રાજ્યમાં પાણીની મુશ્કેલી છે. ત્યારે વિતરણ વ્યવસ્થામાં બેદરકારી થતાં વડોદરા શહેરના પાંચ લાખથી વધુ નાગરિકો બે દિવસ પાણીથી વંચિત રહ્યા હતા. આ અંગે મેયર અને કમિશનરને પાણીનો પ્રશ્ન તાકીદે ઉકેલવા રજૂઆત કરાઈ હતી. સ્થિતિની ગંભીરતા સમજીને કમિશનર અજય ભાદુએ નાગરિકોને શુદ્ધ પાણી ઝડપી મળે તે દિશામાં પગલાં ભર્યા હતા
