વડોદરા: વાઘોડિયા સ્થિત GIDCની કંપનીના પ્લાન્ટમાં આગ, કોઇ જાનહાની નહીં
Live TV
-
વડોદરા નજીક વાઘોડિયા સ્થિત જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી કંપનીના પ્લાન્ટમાં આગની ઘટના ઘટી હતી. આ પ્લાન્ટમાં મોટા પ્રમાણમાં સોલ્વન્ટનો જથ્થો હોવાના કારણે ગણતરીની ક્ષણોમાં જ સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો.
જો કે, સમય સુચકતા વાપરીને પ્લાન્ટ અંદર રહેલા કર્મચારીઓ બહાર દોડી આવ્યાં હતાં. જેના કારણે મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રીગેડની ટીમ , સ્થળ પર દોડી આવી હતી અને આ વિકરાળ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
