Skip to main content
Settings Settings for Dark

વરસાદની આગાહી માટેનો પરી સંવાદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો

Live TV

X
  • ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને તેનો મુખ્ય આધાર વરસાદ છે ત્યારે સૌ કોઈની મીટ આવનાર વરસાદ ઉપર હોય છે.

    ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને તેનો મુખ્ય આધાર વરસાદ છે ત્યારે સૌ કોઈની મીટ આવનાર વરસાદ ઉપર હોય છે. આવતું ચોમાસુ કેવું રહેશે તેના આધારે ખેડૂતો પાકની પસંદગી કરે છે , જેઓ ભડલી વાક્યો , વનસ્પતિના લક્ષણો , પશુ પક્ષીઓની ચેષ્ટા, અખાત્રીજના પવનો, જ્યોતિષ વિદ્યા, ખગોળ વિજ્ઞાન, ઉપરાંત પ્રાચીન સાહિત્ય ભડલી વાક્યો, ચોમાસાના વર્તારાનો કોહિનૂર ,ભાવ કુંડળીઓ , મયુર ચીત્રકમ, મેઘમાલા , વૃષ્ટિ પ્રબોધ, લોકવાયકાઓ વગેરે ના અભ્યાસુઓ દ્વારા આગાહી કરવામાં આવે છે આ લુપ્ત થતી પ્રણાલી ને જાળવી રાખવા તેમજ આ કોઠા સુઝ ને ટકાવી રાખવા માટે ,વર્ષા વિજ્ઞાન મંડળ ની રચના કરવામાં આવી છે. આજે રજત જયંતિ વર્ષની ઉજવણી કરતા આ વર્ષની વરસાદની આગાહી માટેનો પરી સંવાદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો જેમાં 51 જેટલા આગાહીકારો એ આગાહી કરી તેમજ 100 થી પણ વધારે લોકો આ પરિસંવાદ માં જોડાયા હતા. ચોમાસાની શરૂઆત 8 થી 12 જૂને , બીજો તબ્બકો 24 થી 27 જૂન વાવણી લાયક વરસાદ થશે , જુલાઈ ના ત્રીજા અઠવાડિયામાં અને ઓગસ્ટ ના બીજા અઠવાડિયા માં અતિ વૃષ્ટિ થવાના એંધાણ છે વરસાદ ગાજવીજ સાથે ને તોફાની રહેશે , ઓક્ટોબર ના બીજા અઠવાડિયામાં વરસાદ વિદાય લેશે ,તેમજ પાક બાબતમાં કપાસ,મગફળી, તુવેર, એરંડા જેવા પાકો સારા થવાની શક્યતા છે. પરિસંવાદમાં ડો એ આર પાઠક સૌ કોઈને આ પરંપરા જાળવી રાખવા બદલ ધન્યવાદ આપ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply