Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બૉગસ ડીગ્રી કૌભાંડનો પર્દાફાશ, પ્રિન્સિપાલ સહિત 3ની ધરપકડ

Live TV

X
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હોમિયોપેથિ કોલેજમાં પ્રવેશ આપી બોગસ ડીગ્રી કૌભાંડ મામલે રાજકોટ SOG પોલીસ દ્વારા ડૉગર કોલેજના પ્રિન્સિપાલ સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કમિટી દ્વારા કરવામાં આવેલ તપાસમાં યુનિવર્સિટીના હોમીયોપેથી વિભાગના ડીન સહિત 43 લોકોની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું.

    પોલીસના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન હોમીયોપેથી કોલેજ કે, જેમાં પ્રવેશ મેળવવા અન્ય યુનિવર્સિટીની માર્ક શીટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપી દ્વારા અન્ય યુનિવર્સિટીની નકલી માર્કશીટ રજૂ કરી પ્રવેશ મેળવવામાં આવતો હતો. અત્યાર સુધીમાં બોગસ માર્ક શીટ આધારે 43 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. જેમાં રાજકોટની બી.આર.ડૉગર કોલેજમાં 2 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યાનું સામે આવ્યું છે. ઉપરાંત બોગસ ડીગ્રી માટે વિદ્યાર્થીઓ પાસેથી 3 થી 7 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા. ત્યારે પોલીસ દ્વારા આ મામલે ઇન્કમટેક્ષ વિભાગને પણ તપાસ માટે જાણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply