વલસાડના પારડીની પરિયા બેઠક પર ભાજપની 24 વર્ષ બાદ જીત
Live TV
-
વલસાડ જિલ્લાના પારડી તાલુકા પંચાયતની પરિયા બેઠક પર 24 વર્ષ પછી ભારતીય જનતાનો વિજય થયો છે.. 1649 મતે મહિલા ઉમેદવારે કોંગ્રેસના શાસનને ધ્વસ્ત કરી નાખ્યું અને પંજાને જાકારો આપી કમળને ખિલાવ્યું છે.
પારડી તાલુકાની પરિયા બેઠક પર મહિલા ઉમેદવારે રાજીનામું આપતા જ ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસે પોતાની શાખ દાવ પર લગાવી હતી. 24 વર્ષથી કોંગ્રેસનો ગઢ ગણાતો પરિયા ગામની આ બેઠક પર ભાજપે પોતાની જીત મેળવી ઇતિહાસ રચ્યો કહેવાય. 68.05 ટકા જેટલું મતદાન આ બેઠક પર યોજાયુ હતું. જેમાં તમામ બુથ પર ભાજપે લીડ મેળવી હતી. જોકે અંતિમ તબબકામાં ભાજપના ઉમેદવાર રિના બેન પટેલ 1649 મતે વિજેતા જાહેર થતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અને તમામ કાર્યકર્તા અને સ્થાનિક નેતાઓ એ ઉમેદવાર ને વધાવી લીધા હતા આમ 24 વર્ષ બાદ પરિયા બેઠક ભાજપ એ આંચકી લીધી હતી..વિજેતા થયેલ ઉમેદવાર એ આ યુવા વર્ગ અને આખા ગામ ની મેહનત ની જીત બતાવી હતી તો વિકાસ ની જીત થઈ હોવાનું જણાવ્યું હતું.
