વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ-2027: અમદાવાદના યુવાનોને ક્વિઝમાં જોડાવા આહવાન
Live TV
-
રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલા યુવાનોને ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિચારો રજૂ કરવાની મળશે તક
ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે દેશભરમાં ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ-2027 ક્વિઝ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના MY Bharat પોર્ટલ દ્વારા યોજાનારી આ રાષ્ટ્રીય કક્ષાની ક્વિઝમાં 15થી 29 વર્ષની વયજૂથના પાત્ર યુવાનો ભાગ લઈ શકશે.
22 ભાષામાં યોજાઈ રહી છે ક્વિઝ
આ ક્વિઝ 22 ભાષાઓમાં યોજાઈ રહી છે. તેમાં ભારત, ભારતીય વારસો, દેશની સિદ્ધિઓ, ભારતની વિકાસયાત્રા તેમજ ‘વિકસિત ભારત @2047’ જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
યુવાનોની ભાગીદારીને Viksit Bharat Challenge Track હેઠળ પાંચ તબક્કામાં આગળ વધારવામાં આવશે.
-
Quiz: 17 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2026
-
નિબંધ – Essay: 5થી 9 ઓક્ટોબર 2026
-
District Championship – PPT: 10થી 16 નવેમ્બર 2026
-
State VBYLD – PPT: 17 નવેમ્બરથી 7 ડિસેમ્બર 2026
-
National Dialogue: 10થી 12 જાન્યુઆરી 2027
રાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારો રજૂ કરવાની તક
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન યુવાનોને સુશાસન, ટેકનોલોજી, રોજગાર, પર્યાવરણ, ઉદ્યોગસાહસિકતા, નવીનતા, પ્રવાસન, માનવ મૂડી, ગ્રીન ગ્રોથ અને બ્લુ ઇકોનોમી સહિતના રાષ્ટ્રીય મહત્વના વિવિધ વિષયો પર પોતાના વિચારો અને ઉકેલો રજૂ કરવાની તક મળશે. રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલા યુવાનોને ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના વિચારો તથા ‘વિકસિત ભારત’ અંગેનું વિઝન રજૂ કરવાની તક મળશે. આ ઉપરાંત, વિકસિત ભારત યુવા સંવાદમાં પણ યુવાનો આ માધ્યમથી ભાગ લઈ શકશે.
અમદાવાદના યુવાનોને સક્રિય ભાગીદારી માટે અપીલ
માય ભારત અમદાવાદના જિલ્લા યુવા અધિકારી શ્રી પ્રિતેશકુમાર ઝવેરીએ અમદાવાદ જિલ્લાના તમામ યુવાનોને આ રાષ્ટ્રીય મહત્વના અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે યુવાનોનું જ્ઞાન, પ્રતિભા, સર્જનાત્મકતા, નવીનતા અને નેતૃત્વ ક્ષમતા વિકસિત ભારતના નિર્માણની મજબૂત આધારશિલા છે. તેમણે યુવાનોને ક્વિઝમાં ભાગ લેવા તેમજ આગળના તબક્કાઓમાં પણ સક્રિય ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો છે.
ક્વિઝમાં કેવી રીતે ભાગ લેવો?
15થી 29 વર્ષની વયજૂથના પાત્ર યુવાનો MY Bharat પોર્ટલ પર નોંધણી કરાવીને ક્વિઝમાં ભાગ લઈ શકે છે.
ક્વિઝ માટે નોંધણી:
https://mybharat.gov.in/vbyld-2027 -
