Skip to main content
Settings Settings for Dark

શ્રમિકોની સુરક્ષા અને સુખાકારી માટે મહત્વનો નિર્ણય

Live TV

X
  • રાજ્યમાં ૧૦ કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતી ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓ માટે શ્રમ સેતુ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી ફરજિયાત

    રાજ્યમાં શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશથી શ્રમ આયુક્તની કચેરી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ‘ધી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ, ૨૦૨૦’ (OSH&WC Code) તથા ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલા નિયમો અંતર્ગત હવે ૧૦ કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતા તમામ કારખાના, બાંધકામ સ્થળો, ઔદ્યોગિક તેમજ વ્યાપારી સંસ્થાઓ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.

    શ્રમ સેતુ પોર્ટલ મારફતે ઓનલાઈન નોંધણી

    રાજ્યની તમામ પાત્ર સંસ્થાઓ સરળતાથી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત શ્રમ સેતુ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

    શ્રમ સેતુ પોર્ટલ:
    https://shramsetu.gujarat.gov.in

    નવી સંસ્થાઓ માટે ૬૦ દિવસની સમયમર્યાદા

    નવી સ્થાપિત થતી સંસ્થાઓએ OSH&WC Code લાગુ થયાના ૬૦ દિવસની અંદર ‘ફોર્મ-૧’ ઓનલાઈન ભરીને નોંધણી પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. જ્યારે જૂના શ્રમ કાયદા હેઠળ પહેલેથી નોંધાયેલી અને હાલ ચાલુ સંસ્થાઓએ કોડ અમલમાં આવ્યાના ૧૮૦ દિવસની અંદર ‘ફોર્મ-૧’ ઓનલાઈન ભરીને પોતાનું નોંધણી પ્રમાણપત્ર ફરજિયાતપણે અપડેટ કરાવવાનું રહેશે.

    નોંધણી પ્રમાણપત્ર પ્રદર્શિત કરવું ફરજિયાત

    આ ઉપરાંત, તમામ માલિકોએ મેળવેલું નોંધણી પ્રમાણપત્ર સંસ્થાના મુખ્ય સ્થળે પ્રત્યક્ષ અથવા ડિજિટલ સ્વરૂપે સ્પષ્ટ દેખાય તે રીતે પ્રદર્શિત કરવું અનિવાર્ય રહેશે. શ્રમ આયુક્તની કચેરી દ્વારા સંબંધિત કાર્યક્ષેત્ર હેઠળ આવતી તમામ પાત્ર સંસ્થાઓને નિર્ધારિત સમયમર્યાદામાં નોંધણી તથા પ્રમાણપત્ર અપડેટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યમાં શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની પરિસ્થિતિને વધુ સુદૃઢ બનાવવામાં મદદ મળશે, તેમજ સંસ્થાઓમાં શ્રમ સંબંધિત નિયમોના પાલનને વધુ વ્યવસ્થિત બનાવવાનો હેતુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply