Skip to main content
Settings Settings for Dark

NFSUમાં પ્રો. જયરાજસિંહ સરવૈયાનું સન્માન

Live TV

X
  • ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવા બદલ કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે કર્યું સન્માન

    નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે ફોરેન્સિક ફાર્મસીના ડીન તથા ડ્રગ એન્ડ ફૂડ ફોરેન્સિક્સ સેન્ટરના હેડ પ્રો. જયરાજસિંહ સરવૈયાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રો. સરવૈયાને તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલા શિક્ષક દિવસ સમારોહ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શ્રેષ્ઠ શિક્ષકનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

    શૈક્ષણિક શ્રેષ્ઠતાનું પ્રતીક: ડૉ. જે.એમ. વ્યાસ

    'પદ્મશ્રી'થી સન્માનિત NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે પ્રો. જયરાજસિંહ સરવૈયાને તેમની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ડૉ. વ્યાસે જણાવ્યું હતું કે, ફોરેન્સિક ફાર્મસી પ્રત્યે પ્રો. સરવૈયાનું સમર્પણ તેમજ ડ્રગ અને ફૂડ ફોરેન્સિક્સ ક્ષેત્રે તેમનું વિશિષ્ટ યોગદાન NFSU માટે ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિભા અને કાર્યનું સન્માન થવું એ NFSUની શૈક્ષણિક શ્રેષ્ઠતા તથા રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.

    પુરસ્કાર વિદ્યાર્થીઓ અને NFSUને સમર્પિત

    સન્માન બદલ પ્રતિભાવ આપતાં પ્રો. જયરાજસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિ તરફથી આ પુરસ્કાર પ્રાપ્ત કરવો તેમના માટે વિશિષ્ટ સન્માન છે. તેમણે આ સિદ્ધિ માટે NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રો. સરવૈયાએ જણાવ્યું કે, “હું આ સિદ્ધિ મારા વિદ્યાર્થીઓ, સાથીદારો અને NFSUને સમર્પિત કરું છું, જેણે હંમેશા શિક્ષણ અને સંશોધનમાં નવીનતા અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપ્યું છે.”

    NFSUના વિવિધ કેમ્પસના અધિકારીઓ ઉપસ્થિત

    સન્માન સમારોહમાં NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, NFSUના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી.ડી. જાડેજા, NFSU-ગોવાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, NFSU-ભોપાલના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) સતીશ કુમાર અને NFSU-ગુવાહાટીના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) પી. મૈતી સહિત ડીન, એસોસિયેટ ડીન તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રો. જયરાજસિંહ સરવૈયાને મળેલું આ રાષ્ટ્રીય સન્માન ફોરેન્સિક શિક્ષણ, સંશોધન અને શૈક્ષણિક ક્ષેત્રે NFSUની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવતી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply