Skip to main content
Settings Settings for Dark

'વિકાસ સપ્તાહ'ની ભવ્ય ઉજવણી: ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડતા 'વિકાસ રથ' 

Live TV

X
  • ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના પ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના 24 સફળ વર્ષોની ઉજવણી નિમિત્તે તા. 7 થી 15 ઓક્ટોબર, 2025 દરમિયાન સમગ્ર રાજ્યમાં 'વિકાસ સપ્તાહ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

    આ ઉજવણીના ભાગરૂપે, ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી દરેક જિલ્લા દીઠ એક **'વિકાસ રથ'**નું આયોજન કરવામાં આવ્યું છે.વિકાસ સપ્તાહ દરમિયાન આ 'વિકાસ રથ' ગુજરાતના ગામડે-ગામડે ફરીને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત, વિકાસ રથ દ્વારા નાગરિકોને ગુજરાત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોની માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ રથના માધ્યમથી રાજ્યના નાગરિકો ગુજરાતના સર્વગ્રાહી વિકાસની સાફલ્ય ગાથાથી પરિચિત થઈ રહ્યા છે.

    પ્રથમ બે દિવસમાં નોંધપાત્ર સિદ્ધિઓ

    વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે જ વિવિધ જિલ્લામાં 34 વિકાસ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રથમ બે દિવસમાં આ વિકાસ રથ સાથે રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ ઉપરાંત 1600થી વધુ સ્થાનિક પદાધીકારી-અધિકારીઓ અને 41,000થી વધુ નાગરિકો જોડાયા હતા.

    આ બે દિવસમાં વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં:

    • કુલ રૂ. 76.83 કરોડથી વધુના 1283  કામોના લોકાર્પણ

    • કુલ રૂ. 53.77કરોડથી વધુના 1320 કામોના ખાતમુહૂર્ત

    કરવામાં આવ્યા હતા.

    વધુમાં, વિકાસ રથના માધ્યમથી વિવિધ યોજનાના 11,400 થી વધુ લાભાર્થીઓને કુલ રૂ.838 લાખથી વધુની સહાય વિતરણ કરવામાં આવી હતી. સાથે જ, વિકાસ રથ સાથે જોડાયેલા 41,000થી વધુ નાગરિકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” પણ લીધી હતી.ગુજરાત સરકારની આ વિકાસ યાત્રામાં રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ વર્ગોને જોડવામાં આવી રહ્યા છે, જેથી “વિકસિત ભારત @ 2047ના સંકલ્પને સાકાર કરવામાં દરેક નાગરિક પોતાનું મહત્તમ યોગદાન આપી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply