વિદ્યાર્થીઓ હવે ધોરણ 10 પાસ કર્યા બાદ સીએ ફાઉન્ડેશન માટે નોંધણી કરાવી શકશે
Live TV
-
સીએ કરીને કોમર્સ ક્ષેત્રે અગત્યની ડીગ્રી મેળવવા માંગતા વિદ્યાર્થીઓ હવે ધોરણ 10 પાસ કર્યા બાદ તુરંત સીએ ફાઉન્ડેશન માટે નોંધણી કરાવી શકશે અને ધો. 12ની પરીક્ષા બાદ તુરંત સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપી શકશે.
ICAI દ્વારા આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ICAI બોર્ડ ઓફ સ્ટડીઝ દ્વારા એક નોટીફીકેશન પણ બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, હવેથી ધો. 10 પાસ કર્યા બાદ વિદ્યાર્થી તુરંત સીએ ફાઉન્ડેશનના કોર્સ માટે રજીસ્ટર કરી શકશે. અત્યાર સુધી માત્ર ધો. 12 ની પરીક્ષા બાદ જ રજીસ્ટ્રેશન થતું હતું, તેથી વિદ્યાર્થીઓને ફરજિયાત નવેમ્બર - ડિસેમ્બરમાં પરીક્ષા આપવી પડતી હતી. હવે આ નવા નિર્ણયથી વિદ્યાર્થીઓ ધો. 12 ની પરીક્ષા બાદ તુરંત મે-જુનમાં ફાઉન્ડેશનની પરીક્ષા આપી શકશે.
