CBSEના વિદ્યાર્થીઓ શૈક્ષણિક દસ્તાવેજો ડિજિટલ પદ્ધતિથી મેળવી શકશે
Live TV
-
CBSEમાં અભ્યાસ કરતા ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક દસ્તાવેજો ડિજિટલ પદ્ધતિથી મેળવી શકશે.તેવી ખાસ પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રણાલીમાં સંબંધિત વિદ્યાર્થીના ફેશિયલ રેકગ્નીશન સિસ્ટમ એટલે કે, ચહેરાની ડિજિટલ પદ્ધતિના ફિચર કોમ્પ્યુટરમાં રાખવામાં આવે છે. ત્યારબાદ કોમ્પ્યુટર સીબીએસઈના પ્રવેશ પત્ર ઉપર લગાવવામાં આવેલા વિદ્યાર્થીના ફોટો સાથે ડિજિટલ ફિચરને મેળવે છે અને ત્યાર પછી જ જે-તે વિદ્યાર્થીને પ્રમાણપત્ર ઈ-મેલ કરવામાં આવે છે.
સીબીએસઈએ તેના વિદ્યાર્થીઓના 12 કરોડ જેટલા ડિજિટલ શૈક્ષણિક દસ્તાવેજો ડિજિલોકરમાં મૂક્યા છે.નવી પદ્ધતિ જે વિદ્યાર્થીઓ આધારકાર્ડ અથવા મોબાઈલ નંબરમાં ભૂલ થવાથી પોતાના ડિજિલોકરનો ઉપયોગ કરી શકતા નથી તેવા વિદ્યાર્થીઓને ચહેરાના ઓળખ દ્વારા ઉપયોગ કરી શકાય તેવી પ્રણાલી મદદરૂપ બની શકે છે.
