વિધાનસભા ચૂંટણી વિવાદઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જુબાની આપવા કોર્ટની પરવાનગી માગી
Live TV
-
જો કોર્ટ પરવાનગી આપશે તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ કેસમાં સાક્ષી તરીકે જુબાની આપી શકશે.
વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી ના વિવાદ મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોર્ટમાં પોતાની જુબાની આપવા અંગે કોર્ટની પરવાનગી માગી. અશ્વિન રાઠોડ તરફથી કરાયેલી ઇલેક્શન પિટિશનમાં અગાઉ જે સાક્ષીઓનું લિસ્ટ અપાયું હતું તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ નહોતું. તેવામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ તરફથી કોર્ટમાં એવી રજૂઆત કરાઈ કે સાક્ષી તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જુબાની જરૂરી છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી આ મુદ્દે જે રજૂઆતો થઈ તેની પર કોર્ટ મંગળવારે નિર્ણય લેશે. જો કોર્ટ પરવાનગી આપશે તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ કેસમાં સાક્ષી તરીકે જુબાની આપી શકશે.
