વિશ્વ પર્યાવરણ દિનની અમદાવાદમાં કરાઈ ઉજવણી, CM એ કરાવ્યો પ્રારંભ
Live TV
-
આજે વિશ્વ પર્યાવરણ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં લોકો વૃક્ષો ઉગાડી સ્વચ્છતા અને સ્વસ્થતાને પ્રાધાન્ય આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજે પર્યાવરણ પર એક વીડિયો શેર કરી વૃક્ષો વાવવા લોકોને આહ્વાહન કર્યું છે.
વિશ્વ પર્યાવરણ દિનની અમદાવાદમાં ઉજવણી કરવામાં આવી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી નદીને સ્વચ્છ કરવાના અભિયાનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. સપ્તાહ દરમિયાન સાબરમતીને સ્વચ્છ કરવાનું અભિયાન યોજાશે. આ ઉપરાંત મિશન મિલિયન ટ્રીઝ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ હાથ ધરાશે.
