વિશ્વ પર્યાવરણ દિનની રાજ્યકક્ષાની ઉજવણીનો CM અને Dy.CM એ કરાવ્યો પ્રારંભ
Live TV
-
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનનું યજમાન પદ આ વર્ષે ભારતને સોંપાયું છે, ત્યારે ગુજરાતમાં પણ આજથી એક સપ્તાહના પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનનું યજમાન પદ આ વર્ષે ભારતને સોંપાયું છે, ત્યારે ગુજરાતમાં પણ આજથી એક સપ્તાહના પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યના વન વિભાગ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ,એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો.રાજ્ય સરકારના આ અભિયાનમાં નગરો, મહાનગરો, તાલુકા મથકો, જિલ્લા મથકો સહિત ,નાના-મોટા શહેરોમાં લોકો પર્યાવરણનું જતન કરે અને સ્વચ્છતાના આગ્રહી બને તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.આ સાથે પ્લાસ્ટિકના કચરાનું રિસાઈક્લિંગ કરવાની સઘન કામગીરી પર ખાસ ભાર મુકવામાં આવશે.આ તરફ અમદાવાદના કોર્પોરેટર્સ શહેરમાં રેલી યોજી ,પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે આજથી 11 જૂન સુધી ચાલનારા પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સારી કામગીરી કરનારા લોકોનું રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે.
