શહેરમાં પ્રદૂષણમુક્ત ઈલેક્ટ્રીક બસોને મળી રહ્યો છે સારો પ્રતિસાદ
Live TV
-
હવે અમદાવાદમાં બીઆરટીએસ બસની સાથે જ ઈલેક્ટ્રીક બસો પણ ફરતી જોવા મળશે.
ઈલેક્ટ્રીક બસોની બેટરી પણ મોબાઈલની જેમ ચાર્જ કરી શકાશે. 2020ને ગ્રીન મોબીલીટી યર બનાવવાના ઉદ્દેશથી અમદાવાદમાં પ્રદૂષણ મુક્ત ઇલેક્ટ્રીક બસો ફરવાની શરૂ થઇ છે. જેનો લાભ શહેરીજનો લઇ રહ્યા છે.
પ્રદૂષણમાં ઘટાડો થાય અને લોકોને પરિવહનની પૂરતી સગવડતા મળી રહે તેવા ઉદેશ્ય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બસો શહેરમાં શરૂ કરવામાં આવી છે. એક વખતના ફાસ્ટ ચાર્જિંગ પર આ બસ 200 કિમી સુધીની મુસાફરી કરી શકશે.
ડિઝલ કરતા પણ વધુ કિફાયતી એવી આ બસોને શહેરીજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાડામાં કોઈપણ પ્રકારના વધારા વગર આ બસો શહેરમાં નાગરિકો માટે શરૂ કરાઈ છે.
