CM રૂપાણીએ ફ્લાવર શૉને મૂક્યો ખુલ્લો, 750થી વધુ જાતના ફૂલોનું પ્રદર્શન
Live TV
-
ફ્લાવર-શો 2020 નગરજનો માટે બની રહેશે મનોરંજનનું સરનામુ-750 કરતા વધુ જાતોના દસ લાખથી વધુ રોપાઓનું અદભૂત પ્રદર્શન- સિનિયર સિટીઝનને નિઃશુલ્ક પ્રવેશ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે ફ્લાવર શૉનું ઉદ્ઘાટન કર્યું હતું. સાબરમતી રિવરફ્રંટ ખાતે લાખો ફુલોથી સુસજ્જ આ ફ્લાવર શૉમાં દુનિયાનાં મોટાભાગના વિવિધ પ્રકારના ફૂલોને સમાવવામાં આવ્યા છે.
આ વખતે ફ્લાવર શૉની મુખ્ય થીમ 150મી ગાંધી જન્મજયંતિ પર આધારિત છે. ઉપરાંત ગ્રીન એન્ડ ક્લીન કન્સેપ્ટ વિશે તથા મચ્છરો જેવી જીવાતથી કઈ રીતે બચી શકાય તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.
વધુમાં સાધનોનું નિદર્શન પણ કરવામાં આવ્યુ હતું. આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ માણવા લાયક શહેર બને તે માટે શહેરીજનો પણ ઘરમાં ફૂલો ઉગાડે તે જરુરી છે. અમદાવાદનો હેપીનેસ ઇન્ડેક્સ પણ આવા ઉત્સવોથી ઉપર આવશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
