Skip to main content
Settings Settings for Dark

શિયાળાના પ્રારંભે રાજ્યમાં અનેક જગ્યાએ વરસ્યો કમોસમી વરસાદ

Live TV

X
  • શિયાળાની શરૂઆત થઇ છે ત્યારે ગતરાત્રે રાજ્યના અનેક સ્થળોએ માધ્યમથી ભારે વરસાદ વરસ્યો. ત્યારે બીજી બાજુ કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકશાન થવાની ભીતિ રાજ્યના ખેડૂતો સેવી રહ્યા છે.

    મોરબી પંથકમાં ગઈકાલે રાત્રે ખીજડિયા, રાતિદેવડી, કેરાળા, પીપળીયામાં જેવા ઘણા સ્થળો પર કમોસમી વરસાદ વરસ્યો હતો. પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં પણ મોડીરાત્રે ભારે વરસાદ પડ્યો હતો. દિવસ ભરના ઉકળાટ બાદ રાત્રિ સમયે કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તાપી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના સાત તાલુકાઓ પૈકી ત્રણ તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વ્યારા, વાલોડ અને ડોલવણ પંથકમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પણ બીજી બાજુ રાજ્યમાં ડાંગરના પાકને આ કમોસમી વરસાદથી નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. તો ડાંગ જિલ્લાના આહવા ખાતે વરસાદ પરત થતા પ્રજાજનોને ગરમીથી રાહત મળી હતી. આ સાથે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. જામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે કચ્છ જીલ્લાના ભુજના દેશલપર, કુરબંઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તાર અને કંડલામાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply