1008 દીવડા પ્રગટાવી, અંબાજી યાત્રાધામમાં પ્રથમ નવરાત્રીની સાદગી સાથે ઉજવણી
Live TV
-
પ્રથમ નવરાત્રીના રોજ અંબાજી મંદિર ખાતે માતાજીના ચાચરચોકમાં સરકારની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી ગરબાનું આયોજન બંધ રખાયુ હતુ. ચાચરચોકમાં 1008 દીવડા પ્રગટાવીને માતાજીની આરતી કરીને સાદગી તથા સુરક્ષિત રીતે ઉજવણી કરાઈ.
નવરાત્રીનું આજે બીજું નોરતું છે અને કોરોનાની મહામારીના કારણે રાજ્યભરના મંદિરો તેમજ પાર્ટીપ્લોટો ખેલૈયા વગર સૂના જોવા મળી રહ્યા છે. યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના ચાચરચોકમાં 70 વર્ષથી ગરબાનું આયોજન થાય છે.પરંતુ કોરોના મહામારીનાં કારણે આ વર્ષે અંબાજીનાં નવયુવક પ્રગતિ મંડળે ગરબા મોકુફ રાખ્યા છે. આયોજક મંડળના સભ્યો દ્વારા માતાજીના ચાચરચોકમાં માતાજીની આરતી કરી ગરબાનું કરવઠું પૂરૂ કરાયુ હતું. ચાચરચોકમાં ગાયના છાણ માંથી બનાવેલા 1008 દીવડામાં ગાયના શુદ્ધ ઘીથી દિવડા પ્રગટાવી ગરબો કોરાવ્યો હતો .સાથે જ સોશિયલ ડિસ્ટનંસિંગનું પાલન કરીને માતાજીની ધૂન બોલાવવામાં આવી હતી. આમ અંબાજીમાં નવરાત્રીની પ્રથમ રાત્રીની ઉજવણી ખુબજ સાદગીથી કરાઈ અને આગામી 8 રાત્રી આ જ રીતે સાદગીથી માતાજીની આરતી કરીને નવરાત્રીની ઉજવણી થશે.
