સંસ્કૃત ભારતી આયોજિત બે દિવસીય પ્રાંતીય અધિવેશનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયો પ્રારંભ
Live TV
-
અધિવેશનનો હેતુ દેવ ભાષા ગણાતી સંસ્કૃત ભાષાના વ્યાપક પ્રચાર-પ્રસારનું સમૂહ મંથન કરવાનો છે
ગાંધીનગર ખાતે સંસ્કૃત ભારતી આયોજિત બે દિવસીય પ્રાંતીય અધિવેશનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અધિવેશનનો હેતુ દેવ ભાષા ગણાતી સંસ્કૃત ભાષાના વ્યાપક પ્રચાર-પ્રસારનું સમૂહ મંથન કરવાનો છે. આ તકે પ્રાંસગિક પ્રવચનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બધી ભાષાના મૂળ સમાન સંસ્કૃત ભાષા ભારતની બ્રાન્ડ ઇમેજ બનવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ ઉમેર્યું હતું કે સંસ્કૃત બચશે તો જ સંસ્કૃતિ ટકી શકશે એ વાત મધ્ય નજર રાખીને આપણે સૌએ રાષ્ટ્રની ધરોહર-માન બિંદુ સમાન સંસ્કૃત ભાષાના જતન-વ્યાપ અને સંવર્ધન માટે પ્રતિબધ્ધ બનવું જ પડશે. સાથે સાથે મુખ્યમંત્રીએ 31 ડિસેમ્બરને ધ્યાને રાખતા દારૂબંધી અંગે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર માટે પોલીસ સતત સક્રિય છે. અને દારૂની મહેફિલ માણનારાઓને કડક સજા કરવામાં આવશે. કાયદાનો ભંગ કરનારને છોડવામાં આવશે નહીં.
