સુરતના અબ્રામા પી.પી. સવાણી સંકુલ ખાતે સમૂહ લગ્નનું કરાયું આયોજન
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવ યુગલોને આશીર્વાદ પાઠવતાં સમૂહ લગ્નત્સવની વ્યવસ્થાને આવકારી તેમજ આ અવસરે નવ દંપતિઓને પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ રૂપિયા બે લાખનું વીમા સુરક્ષા કવચ પુરૂ પાડવાની જાહેરાત પણ કરી હતી.
સુરતના અબ્રામા પી.પી. સવાણી સંકુલ ખાતે સવાણી અને મોવલીયા પરિવાર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 261 પિતા વિહોણી દીકરીઓનું કન્યા દાન આપવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવ યુગલોને આશીર્વાદ પાઠવતાં સમૂહ લગ્નત્સવની વ્યવસ્થાને આવકારી હતી તેમજ આ અવસરે નવ દંપતિઓને પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ રૂપિયા બે લાખનું વીમા સુરક્ષા કવચ પુરૂ પાડવાની જાહેરાત પણ કરવા માં આવી હતી. સમૂહ લગ્નમાં HIV ગ્રસ્ત દીકરીઓ પણ સામેલ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ દીકરીઓને સુખદ લગ્ન-જીવનની શુભકામના પાઠવતા આર્શિવાદ આપ્યા હતા.
