સમગ્ર વહીવટી તંત્ર દ્વારા ચાલી રહી છે વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારી
Live TV
-
આ વર્ષે વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત એક નવો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે
વાઇબ્રન્ટ સમિટની તૈયારી સમગ્ર વહીવટી તંત્ર દ્વારા ચાલી રહી છે. આ સમિટ હેઠળ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેનું ઉદ્યોગ વિભાગ દ્વારા કેબિનેટમાં પ્રૅઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ અંગે ઉપ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત એક નવો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવશે જેમા વિવિધ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપીને વિવિધ વસ્તુઓનું વેચાણ કરાશે. તેમજ જુદાંજુદાં બજારોની સજાવટ કરવામાં આવશે.
