સરકારે આપી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓને દિવાળીની ભેટ
Live TV
-
કર્મચારીઓને 7મા પગાર પંચ પ્રમાણેનો પગારના તફાવતનો પ્રથમ વાર્ષિક હપ્તો નવેમ્બર માસમાં ચુકવાશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ નિર્ણયની જાહેરાત કરી હતી.
ગુજરાત સરકારે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે.કર્મચારીઓને 7મા પગાર પંચ પ્રમાણેનો પગારના તફાવતનો પ્રથમ વાર્ષિક હપ્તો નવેમ્બર માસમાં ચુકવાશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ નિર્ણયની જાહેરાત કરી હતી.રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે 61 હજાર કર્મચારીઓને લાભ થશે.તો રાજ્ય સરકારની તિજોરી પર અંદાજિત રૂપિયા 204 કરોડ જેટલો બોજો પડશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે નવા પગાર ધોરણ સ્કેલ ટુ સ્કેલના ધોરણે લાગુ પાડવામાં આવ્યા છે.જે અનુસાર એક ઓગસ્ટ 2017થી દર માસના પગારમાં રોકડના ધોરણે ચુકવવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.1 જાન્યુઆરી 2016થી 31 જુલાઈ 2017 સુધીના સમયગાળાના તફાવતની રકમ 5 સરખા વાર્ષિક હપ્તામાં ચુકવવાનો સરકારે નિર્ણય કર્યો હતો.અને આ વાર્ષિક હપ્તાની રકમનો પ્રથમ હપ્તો નવેમ્બર માસમાં ચુકવવાનો નિર્ણય કરાયો છે.
