સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતી: PM મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી
Live TV
-
અંખડ ભારતના શિલ્પી અને લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 144મી જન્મજંયતી છે.. દેશભરમાં આજનો દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવાઈ રહ્યો છે. આ પ્રસંગે દેશભરમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ પણ યોજાયો છે, ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિલ્હીના પટેલ ચોકમાં સરદાર પટેલને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદા સ્થિત કેવડિયા કોલોનીમાં આવેલી સરદાર પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને અંજલિ અર્પણ કરી.. કેવડિયામાં અનેક કાર્યક્રમોની સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પ્રધાનમંત્રી મોદી ખાસ ભાગ લેશે,,. સરદાર જંયતીએ પીએમ મોદી લોકોને એકતાના શપથ લેવડાવશે.. સરદાર જયંતીના ઉજવણીના ભાગરૂપે બુધવારની રાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવી પહોંચ્યાં હતાં. આ પ્રસંગે અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શહેરના મેયર સહિત અનેક અગ્રણીઓએ પ્રધાનમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું...
અમદાવાદ એરપોર્ટ પર આગમન થયાં બાદ પ્રધાનમંત્રી ગાંધીનગરના રાયસણ જવા માટે રવાના થયાં હતાં.. જ્યાં રાયસણ સ્થિત નિવાસ સ્થાન પર માતા હિરાબાનાં તેમણે આશીર્વાદ લીધા હતાં. પ્રધાનમંત્રી મોદીએ માતા હિરાબાના ચરણ સ્પર્શ કરીને નવા વર્ષના આશીર્વાદ મેળવ્યા હતાં.. તો માતા હિરાબાએ પીએમનું મોઢું મીઠું કરાવ્યું હતું અને આશીષ આપ્યાં હતાં.. પીએમ મોદીએ થોડો સમય માતા સાથે બેસીને વાતચીત પણ કરી હતી.
