Skip to main content
Settings Settings for Dark

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી હાલ 127.70 મીટર થઈ

Live TV

X
  • સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી હાલ 127.70 મીટર થઈ ગઈ છે. જે આ સિઝનની સૌથી મહત્તમ સપાટી છે. આ ઉપરાંત ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ચાલતા ટર્બાઇનને કારણે આજે પણ 29,740 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેથી નર્મદા ડેમના રીવેરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસના ટર્બાઇન પણ ધમધમી ઉઠ્યા છે. જેના કારણે કુલ 29,187 ક્યુસેક પાણીની જાવક છે. આવક અને જાવક સરખી રહેતા હાલ નર્મદા બંધની જળસપાટી સ્થિર છે. પરંતુ હાલ જે નર્મદા બંધના જળવિદ્યુત મથકો ચાલે છે,,તેનાથી દરરોજની 17 મિલિયન વીજ યુનિટથી લગભગ રૂપિયા 3.51 કરોડની આવક પણ થઇ રહી છે. એટલે કે ગત સિઝનના સારા વરસાદના પગલે ચાલુ વર્ષે પણ સારો વરસાદ રહેતા ડેમમાં પાણીનો વિપુલ જથ્થો સંગ્રહીત થઈ રહ્યો છે. મહત્વનું છે કે, ગુજરાતને આ વીજ ઉત્પાદનમાંથી 16 ટકા, મધ્યપ્રદેશને 57 ટકા અને મહારાષ્ટ્રને 27 ટકા વીજળી મળે છે. ત્યારે હાલમાં રાજ્યમાં સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રને પણ 7000 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply