Skip to main content
Settings Settings for Dark

સરદાર@150 યુનિટી માર્ચ: 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો સંદેશ લઈને પદયાત્રા નર્મદાના ભાણદ્રા પહોંચી

Live TV

X
  • સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી 'સરદાર@150 યુનિટી માર્ચ' પદયાત્રા (કરમસદથી કેવડિયા) તેના 10મા દિવસે નર્મદા જિલ્લાના ભાણદ્રા ગામે પહોંચી હતી. કેન્દ્રીય મંત્રીઓ જી. કિશન રેડ્ડી, જયંત ચૌધરી અને ડૉ. સુકાંત મજુમદારની ઉપસ્થિતિમાં આયોજિત ગ્રામસભામાં પ્રધાનમંત્રીના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના વિઝનને સાકાર કરવા અને વિકસિત ભારત@2047ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે યુવા શક્તિની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યાં સૌએ આત્મનિર્ભર ભારત માટે શપથ લીધા હતા.

    અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આયોજિત 'સરદાર@150 યુનિટી માર્ચ' પદયાત્રાના 10મા દિવસે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ભાણદ્રા ગામે પહોંચી હતી. કરમસદથી કેવડિયા સુધીની આ ઐતિહાસિક 150 કિમીની યાત્રામાં દેશભરમાંથી આવેલા હજારો યુવાનોએ રાષ્ટ્રીય એકતા અને યુવાશક્તિનો સંદેશો વિશ્વ સમક્ષ રજૂ કર્યો હતો.

    પદયાત્રાના આ મુકામે કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદઓ, અને ધારાસભ્યઓ સહિતના મહાનુભાવો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામસભાને સંબોધિત કરી હતી.

    કેન્દ્રીય મંત્રીઓએ એકતાના વિચારને બિરદાવ્યો

    કેન્દ્રીય કોલસા અને ખાણખનીજ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર સાહેબથી પ્રેરિત થઈને સૌની સહભાગીતાથી ‘એક ભારતને શ્રેષ્ઠ ભારત’ બનાવવાના સંકલ્પને સાકાર કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરદારનો માર્ગ જ ભારતને આત્મનિર્ભર, વિકસિત અને વિશ્વશક્તિ બનાવશે.

    કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં યુવાનોની ઉત્સાહભેર સહભાગીતાને બિરદાવી. તેમણે કહ્યું કે, "વિવિધતામાં એકતા, એ જ આપણી સૌથી મોટી તાકાત છે. સરદાર સાહેબના વિચારો, સંસ્કારો, સાહસ, આત્મસમર્પણ અને રાષ્ટ્રવિકાસની ભાવના આજના યુવાનોમાં જીવંત કરવી અત્યંત મહત્વપૂર્ણ છે."

    કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદારે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીના વિકસિત ભારત@2047ના સ્વપ્નને ચરિતાર્થ કરવાની જવાબદારી આજની યુવાપેઢીની છે, જેને સરદાર સાહેબે આપેલા અખંડ ભારતના આકારને વધુ મજબૂત કરવાનો છે.

    આત્મનિર્ભરતા અને સ્વદેશી અપનાવવા શપથ

    ભાણદ્રા ખાતે યોજાયેલી ગ્રામસભામાં વરિષ્ઠ નાગરિકો, આત્મનિર્ભર બહેનો અને ખેડૂતોનું વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

    આ અવસરે ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારત માટે સામૂહિક શપથ લીધા હતા, જે સરદાર પટેલના આદર્શોને સમર્પિત જીવનશૈલી અપનાવવા પર ભાર મૂકે છે.

    આ કાર્યક્રમમાં યુપીના કેબિનેટ મંત્રી  અનિલકુમાર, ગુજરાત સરકારના વન વિભાગના રાજ્યમંત્રી પ્રવીણ માળી, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલા, રમત રાજ્યમંત્રી જયરામ ગામિત સહિતના અન્ય મંત્રીગણ, સાંસદો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply