સિંહોના મોત મામલે વનવિભાગ ચિંતિત, થશે સિંહોનું રસીકરણ
Live TV
-
ગીર જંગલ વિસ્તારમાં આવેલા દલખાણિયા અને જશાધાર રેન્જમાં છેલ્લા 10 દિવસમાં કુલ 10 સિંહના મોત થયા છે. આમ છેલ્લા 18 દિવસમાં કુલ 21 સિંહના મોત થયા છે. સતત થઈ રહેલા સિંહોના મોતને કારણે ચિંતિત વન વિભાગ મોતના કારણો જાણવામાં જોડાયું છે.
કેટલાક સિંહોના મોત અંદરો અંદરની લડાઈમાં થયા છે તો કેટલાક સિંહોના મોત ,ફેફ્સા, લિવર અને કિડનીમાં ઇન્ફેક્શનને કારણે થયા છે. ત્યારે ગુજરાત સરકાર દ્રારા અમેરીકાથી કેટલીક દવાઓ તેમજ વેક્સિનેસન માટે રસી મંગાવવામાં આવી છે. તો વન વિભાગના 2 હજારથી વધુ કર્મચારીઓની 140 ટીમે સમગ્ર ગીર જંગલની મુલાકાત લીધી જેમાં અન્ય સિંહ ,એકદમ તંદુરસ્ત જોવા મળ્યા છે. હાલ 31 સિંહને જામવાલા એનિમલ કેર સેન્ટરમાં દેખરેખ હેઠળ ,રાખવામાં આવ્યા છે.
