સુરતઃ દેશનો બીજો-રાજ્યનો પ્રથમ કેબલ બ્રિજ જનતા માટે ખુલ્લો મૂકાયો
Live TV
-
દેશનો બીજો અને રાજ્યનો પ્રથમ કેબલ બ્રિજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. રૂપિયા 141 કરોડના ખર્ચે ,તૈયાર થયેલા આ બ્રિજની મુખ્યમંત્રીએ સુરતવાસીઓને ભેટ આપી હતી.
અઠવાલાઈન્સ ખાતે તાપી નદી પર નિર્માણ થયેલ આ બ્રિજનું નામ પંડિત દિન દયાળ ઉપાધ્યાય કેબલ બ્રિજ અપાયું છે. આ બ્રિજની વિશેષતાની વાત કરવામાં આવે તો દેશમાં કોલકાતાના વિદ્યાસગર સેતુ બ્રિજ બાદ આ બીજો સિંગલ પ્લેન હાઈ પાઈલોન કેબલ સ્ટેઈડ પ્રકારનો બ્રિજ છે. જેની પહોળાઈ 24 મીટર અને લંબાઈ 918 મીટર છે.
અને જે કેબલ થકી ઉચકેલો છે, તો બ્રિજ પર જો વજન વધી જાય તો આપોઆપ સાઈરન વાગે તેવી સિસ્ટમ પણ છે. બ્રિજ 35 લાખ કિલો વજન સહન કરી શકે છે, અને તમામ કુદરતી આફતો સામે ટકી શકે છે. 100થી વધુ બ્રિજ ધરાવતા સુરત શહેરનો આ કેબલ બ્રિજ પ્રોજેકટ અંત્યત મહત્વનો પ્રોજેકટ હતો, જે સફળ રીતે પૂર્ણ થયો છે.
મુખ્યમંત્રી લોકાર્પણ વિધિ બાદ સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે આયોજીત કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.
