સીએમે જિલ્લા કલેક્ટર અને ડીડીઓની એક સંયુક્ત બેઠકમાં કર્યું સંબોધન
Live TV
-
મુખ્યમંત્રીએ કહ્યું કે કલેક્ટર અને DDOએ ટીમ બનાવી મહિને એકવાર મળીને સમગ્ર પરિસ્થિતિનું મનોમંથન કરવું જોઈએ.
ગાંધીનગરમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની એક સંયુક્ત બેઠકને સંબોધિત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને લેશમાત્ર વિલંબ વીના દરેક સરકારી યોજાનાઓનો લાભ મળે અને લોકોને ધક્કા ના ખાવા પડે તે માટે ચુસ્ત પગલા ભરવા આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે કલેક્ટર અને DDOએ ટીમ બનાવી મહિને એકવાર મળીને સમગ્ર પરિસ્થિતિનું મનોમંથન કરવું જોઈએ. નોન એગ્રીકલ્ચર કરાવવા માટેની પ્રક્રિયામાં માનવ દખલગીરી વિના જ પેપર લેસ વ્યવસ્થઆનો ઉપયોગ કરીને એક માસમાં નોન એગ્રીકલ્ચરની તમામ કામગીરી કરી દેવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
