સી.એમ. ડેશબોર્ડ પર રાજ્યમાં પ્રથમ ક્રમાંકનો શ્રેય નર્મદા જિલ્લાને મળ્યો
Live TV
-
સી.એમ. ડેશબોર્ડ પર રાજ્યમાં પ્રથમ ક્રમાંકનો શ્રેય નર્મદા જિલ્લાને મળ્યો. અંતરિયાળ વિસ્તાર અને કનેક્ટિવિટીની સમસ્યાઓ વચ્ચે પણ જિલ્લાએ સરકારની યોજના હેઠળ સુખ સુવિધાસભર બનાવવાની શ્રેષ્ઠ કામગીરીની સિધ્ધિ મેળવી છે. રાજ્ય સરકારના સી.એમ ડેશબોર્ડ દ્વારા તમામ જિલ્લાઓની જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ શાખાઓની યોજનાકીય પ્રગતિને રોજેરોજનું માપન થતું હોય છે. જેમાં મનરેગા, આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, માર્ગ અને મકાન વિભાગ સિંચાઈ વગેરે શાખાના અધિકારીઓ સાથે કાર્ય પ્રગતિની સતત સમીક્ષા કરાતી હોય છે.
