સુરતમાં મનપાના ફાયર વિભાગમાં આધુનિક રોબોટની થઈ એન્ટ્રી
Live TV
-
સુરતમાં મનપાના ફાયર વિભાગમાં આધુનિક રોબોટની એન્ટ્રી થઈ છે. આ રોબોટ ભીષણ આગ કે તેના પછી જર્જરિત થયેલ ઈમારતોમાં સરળતાથી ઘુસી કામગીરી કરી શકે છે. ફાયર ફાઈટરોનો જીવ જોખમમા ન મુકાય તે માટે સરકાર દ્વારા રૂપિયા એક કરોડનો આધુનિક રોબોર્ટ ગિફ્ટ મળ્યો છે. આ અંગે પાલિકા ના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે સરકાર તરફથી સુરતને મળેલ આધુનીક રોબોટની કિંમત અંદાજે એક કરોડ જેટલી થાય છે. જે સીએસઆર એક્ટિવિટી, જીએસપીએલની ક્ષમતા ધરાવે છે. રોબોટમાં ડીજીટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના માથે દૂર સુધી જોઈ શકે એવો આધુનિક કેમરો મુકાયવામાં આવ્યો છે, આ રોબોર્ટ અંદાજે 200 કિલો વજન ધરાવે છે અને તે એટલો શક્તિશાલી છે કે કાર જેવા મોટા વાહન ને પણ ખેંચી શકે છે.
