Skip to main content
Settings Settings for Dark

સુજલામ સુફલામને 2વર્ષ પૂર્ણ, જળઅભિયાન ચાલુ રહેવાનું જણાવતા મુખ્યમંત્રી 

Live TV

X
  • સુજલામ સુફલામ જળ અભિયાનને આજે બે વર્ષ પુરા થયાં છે. આ પ્રસંગે ગાંધીનગર ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ યોજના થકી બે વર્ષમાં જળ સંગ્રહ ક્ષમતામાં 23 હજાર 553 લાખ ઘનફુટનો વધારો થયો છે. 

    આ યોજનાથી રાજ્યના 12 હજાર 279 તળાવો ઊંડા કરાયા હતા. પાંચ હજાર 775 ચેકડેમમાંથી 4600 ચેકડેમ ભરાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 14 હજારથી વધુ ગામોના કુવામાં પાણીના તળ ઊંચા આવ્યા છે તેમજ ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન રહેતા સિંચાઈ તેમજ પીવાના પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં.

    રાજ્યમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે હાથ ધરેલ સુજલામ સુફલામ જળ અભિયાન, જન આંદોલનમાં પરિણમ્યું હતું. જળ સંગ્રહનો સ્ત્રોત વધારવા તેમજ પાણીના સ્તરને ઊંચા લાવવા યોજાયેલા રાજ્ય વ્યાપી જળ અભિયાનને અપ્રતિમ સફળતા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આહવાનને રાજ્ય સરકાર અને જનતા જનાર્દને ખૂબ જ ચીવટપૂર્વક હાથ ધર્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply