Skip to main content
Settings Settings for Dark

હવે સુરતીલાલાઓ દરિયાઈ માર્ગે જઈ શકશે મુંબઈ, સરકારની ક્રૂઝને સૈદ્ધાંતિક મંજૂરી 

Live TV

X
  • આ સુવિધા શરૂ થતાં વિક એન્ડ રજાઓમાં સુરતવાસીઓને દરિયાઈ માર્ગે મુંબઈ જવાનું એક નવું પ્રવાસન નજરાણું મળશે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં હાલ દહેજ-ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ કાર્યરત છે તેમાં હવે હજીરા-બાન્દ્રા ફેરી સર્વિસનો ઉમેરો થતાં દરિયાઈ યાતાયાતને વેગ મળશે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હજીરા-સુરતથી બાંદ્રા મુંબઈ પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. SSR મરીન સર્વિસ પ્રાઈવેટ લિમિટેડના આ ફેરી સર્વિસના પેસેન્જર જહાજમાં 300 મુસાફરોની ક્ષમતા સાથે વિદેશી ક્રૂઝ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ શિપ જહાજ 20 રૂમની સુવિધા સાથે ફુલ્લી અને કંડિશન્ડ જહાજ હશે.

    ગુજરાત સરકારે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર આગામી નવેમ્બર 2019થી શરૂ થનારી સેવાના પ્રારંભિક તબક્કે સપ્તાહમાં એકવાર આ ફેરી સર્વિસ કાર્યરત રહેશે. પેસેન્જર ટ્રાફિક ધ્યાને રાખીને ભવિષ્યમાં નિયમિતરૂપે સાંજે 7 કલાકે બાન્દ્રાથી નિકળી શુક્રવારે સવારે 9 વાગ્યે આ જહાજ હજીરા પહોંચશે. પરત મુસાફરીમાં શુક્રવારે સાંજે 6 કલાકે હજીરાથી રવાના થઈને શનિવારે સવારે 8 કલાકે બાન્દ્રા પહોંચશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply