Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં મેઘમહેર, જામનગરમાં 4 કલાકમાં 2 ઈંચ વરસાદ 

Live TV

X
  • રાજયમાં કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો હતો. જેના લીધે રાજ્યના અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાનમાં પલટો આવ્યા બાદ અરવલ્લી જિલ્લામાં આજે બીજા દિવસે પણ મોડાસા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. 

    મોડાસા તાલુકાના દધાલિયા, વરથુ, મરડિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ગઇ કાલે ભારે વરસાદને કારણે એક મહિલા તણાઈ હતી. આજે પણ આવો જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં મોડાસા નજીકના, વોલ્વા પંથકમાં ભારે વરસાદ વરસતા રોડ પર visibility ઘટી ગઈ હતી. 

    ઉપરવાસમાં વરસાદને પગલે જિલ્લાના માઝૂમ જળાશયની સપાટી 155.98, મેશ્વો 213.01 તેમજ વાત્રક જળાશયની સપાટી 131.61 મીટર પર પહોંચી છે. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની, ગરુડેશ્વર વિસ્તારમાં આજે વરસાદ શરૂ થયો છે, સમગ્ર વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

    20 દિવસના વિરામ બાદ જિલ્લામાં વરસાદનું ફરી આગમન થતાં સૌ કોઈ આનંદિત થયા છે. દેવભૂમિ દ્વારકા પંથકમાં આજે મેઘરાજાની ધીમી ધારે એન્ટ્રી થઈ હતી. દેવભૂમિ દ્વારકાના ઓખા, બેટ દ્વારકા તથા મીઠાપુરમાં આજે વરસાદ પડ્યો હતો. જેના કારણે બેટ દ્વારકા તથા ઓખામાં રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન પડતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. આજે વરસાદની પધરામણી થતાં વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા જગતના તાતના કાળજે ટાઢક થઈ હતી. 

    જામનગર જિલ્લાના જામજોધપુરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જામજોધપુરમાં છેલ્લા ચાર કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે કાચા સોના જેવો માનવામાં આવી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગિરગઢડા પંથકમાં સવારથી ધીમીધારે વરસાદ ચાલુ થયો છે. તો કોડીનારમાં માત્ર છાંટા પડ્યા છે. 

    ઊનામાં છેલ્લા એક કલાકથી મન મુકીને વરસાદ વરસતા ઘણા દિવસથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત થઈ છે. દીવમાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. દિવનો દરિયો તોફાની બનતા 3 મીટર ઊંચા દરિયાઈ મોજા ઉછળ્યા હતા. દરિયો તોફાની બનતા વણાંકબારાના દરિયામાં ફિશિંગ કરવા ગયેલી એક બોટ ખડકમાં અથડાતા તૂટી ગઈ હતી. બોટમાં દરિયાઇ પાણી ઘૂસી જતાં ટંડેલ સહિત 7 ખલાસી ડૂબી ગયા હતા. જો કે આ સાત પૈકી 6 વ્યક્તિનો બચાવ થયો હતો. જ્યારે એકનું મોત નીપજયું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply