સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળાનો પ્રારંભ, લાખો લોકો લેશે ભાગ
Live TV
-
સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટેનું એકમાત્ર સ્થાન એટલે તરણેતર મેળો
દર ભાદરવા મહિનામાં ,સુરેન્દ્રનગરમાં યોજાતો તરણેતરનો મેળો વિશ્વ વિખ્યાત છે.જેમાં ,દેશ-વિદેશના લાખો લોકો ભાગ લે છે અને મેળામાં ,સંસ્કૃતિ તેમજ સભ્યતાને માણે છે. ત્યારે આજથી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ તરણેતરના મેળાનો પ્રારંભ કરાવ્યો છે. ,સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા ,અને માણવા માટેનું ,એકમાત્ર સ્થાન છે.સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ પાસે આવેલ ત્રીનેશ્વર મહાદેવનુ મંદિર આવેલ છે. અને આજ જગ્યા ઉપર ભાદરવ સુદ ત્રીજ થી લઈને છઠ સુંધી નો મેળો યોજાય છે. આ મેળો વિશ્વ પ્રસિદ્ધ મેળો છે. આ મેળો 1 સપ્ટેમ્બર થી 4 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મેળામાં લાખો લોકો આવે છે. અને મેળાની મોજ માણે છે. આ મેળો આપણી લોક સંસ્કૃતિ ને ઉજાગર કરેછે. મેળાની અંદર વિવિધ સ્પર્ધા યોજય છે. જેવી કે કબડ્ડી, ખોખો, દોડ, દોરદા ખેંચ,કુસ્તી, સાથે રાસ મંડળી વચ્ચે સ્પર્ધાઓ થાય છે. આ મેળો દિવસ અને રાત એમ ચોવીસ કલાક ચાલે છે. મંદિરના પટઆંગળમાં આવેલ કુંડની અંદર પાંચમના દિવસે સ્નાન નું મહત્વ હોય છે. જેથી આ કુંડ ની અંદર હજારો શ્રદ્ધાળુઓ સ્નાન પણ કરે છે. આ વખતે સરકાર દ્વારા પ્લાસ્ટિક મુક્ત આ મેળો યોજાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. સાથે સ્વછતા ઉપર ધ્યાન આપવામાં આવશે. કારણ કે બહારથી આવતા લોકો આપણી એક સારી છાપ લઈ ને અહીંથી જાય તે માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે. મેળામાં લોકોને આવવા માટે તેમજ જવા માટે એસ.ટી.બસની વ્યવસ્થા પણ પુરી કરવામાં આવી છે. સાથે લોકોની સલામતી માટે મેળામાં પોલીસ બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે.ત્રણ SRP ની કંપની તેમજ 10 DYSP, 25 PI, 85 PSI સાથે કોન્સ્ટેબલ તેમજ હોમગાર્ડ ના જવાનો પણ ફરજ બજાવશે. જેમાં લોકોને કોઈ અગવડ પડે અને લોકોની સલામતી જળવાઈ રહે સાથે ટ્રાફિક ની સમસ્યા ન પડે તે ખૂબ જરૂરી છે.હાલમાં સરકાર ના વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય, ટુરિઝમ વિભાગ, પોલીસના લોકો હાલ કામે લાગી ગયા છે.આ મેળો માણવા માટે લોકો આવે તેવી અપીલ પણ જિલ્લા કલેકટર દ્વારા પણ કરવામાં આવી છે.
