Skip to main content
Settings Settings for Dark

સુરક્ષા માટે જરૂરી શસ્ત્રો અને સાધનોના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બને તે દિશામાં સરકારના નક્કર પ્રયાસો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Live TV

X
  • રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ પ્રશિક્ષણ ક્ષેત્રની અગ્રણી સંસ્થા 'રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી' (RRU)નો પાંચમો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયો હતો.

    આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રપતિએ સાયબર ક્રાઈમ અને ડેટા સુરક્ષાને વર્તમાન સમયના વાસ્તવિક પડકારો ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે દેશને હવે એવા ટેકનોસેવી પોલીસ અધિકારીઓની જરૂર છે જે આધુનિક ગુનેગારોને પકડી શકે.રાષ્ટ્રીય સુરક્ષામાં અમૂલ્ય પ્રદાન બદલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને રાષ્ટ્રપતિના હસ્તે 'માનદ ડોક્ટરેટ'ની પદવી એનાયત કરવામાં આવી હતી.નારી શક્તિનો પ્રભાવ: પદવીદાનમાં એન્જિનિયરિંગ અને રક્ષા ક્ષેત્રે દીકરીઓએ મેળવેલા મેડલ્સની રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીએ વિશેષ સરાહના કરી હતી.

    રાષ્ટ્રપતિએ સુરક્ષા દળો દ્વારા નક્સલવાદ વિરુદ્ધ મેળવેલી સફળતાને બિરદાવતા કહ્યું કે, જ્યાં પહેલા ભય હતો ત્યાં આજે રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રધાનમંત્રી મોદીના વિઝનથી સ્થાપિત આ યુનિવર્સિટી રાષ્ટ્ર નિર્માણમાં પાયાનું યોગદાન આપી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડો. આંબેડકરના સંવિધાનના મૂલ્યો સાથે વિદ્યાર્થીઓને 'રાષ્ટ્ર પ્રથમ'ના ભાવ સાથે સેવા કરવા આહવાન કર્યું.અજીત ડોવાલ તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે, સુરક્ષામાં 'સિલ્વર મેડલ' જેવું કંઈ હોતું નથી; અહીં માત્ર વિજય જ અનિવાર્ય છે.આ સમારોહમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ના કુલ  562 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે રાષ્ટ્રપતિએ રુદ્રાક્ષના છોડનું વાવેતર કરી પર્યાવરણનો સંદેશ આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply