Skip to main content
Settings Settings for Dark

સુરતના પુસ્તક પ્રેમી રવજીભાઈએ પોતાના ત્રણ માળના ઘરને પુસ્તકાલયમાં કર્યું રૂપાંતરિત

Live TV

X
  • પિતા-પુત્રનો અનોખો પુસ્તક સેવા યજ્ઞ

    સુરતવાસીએ ત્રણ માળના ઘરને લાઇબ્રેરી બનાવી દીધી છે. પાંચ લાખથી વધુ પુસ્તકો સુરતીઓ માટે વિનામૂલ્યે વાંચવા માટે મૂક્યા છે. પિતાએ ઘરમાં બનાવેલી લાઇબ્રેરીને ટકાવી રાખવા પિતાના નિધન બાદ પુત્ર ભાડાના ઘરમાં રહી લાઇબ્રેરીની દેખભાળ કરી રહ્યો છે. આ લાઇબ્રેરીમાં જરૂરિયાતમંદ સુરતીઓને પુસ્તક વાંચવા માટે ડિપોઝિટ ચૂકવવાની નથી, જ્યારે બહાર ગામના લોકોએ ડિપોઝિટ ચૂકવવી ચૂકવી પડે છે. પુસ્તક આપ્યા બાદ ડિપોઝિટ કરેલા પૈસા પરત આપવામાં આવતા હોય છે. 

    સુરતના એક પુસ્તક પ્રેમી રવજીભાઈ વ્યાસે પોતાના ઘરને જ લાઇબ્રેરી બનાવી હતી. રવજીભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલા અથાગ પુસ્તક યજ્ઞને તેમણે એમના છેલ્લા શ્વાસ સુધી એટલે કે વર્ષ 2020 સુધી એકલા હાથે પુસ્તકાલય ચલાવીને કર્યો હતો. જો કે તેમના મૃત્યુ બાદ મકાનના ત્રણ માળમાં સંગ્રહ થયેલા પાંચ લાખ જેટલા પુસ્તકોનોની સંભાળ મોટા પુત્ર  કમલેશભાઈએ રાખી છે. એટલું જ નહીં જરૂરિયાતમંદોને નિ:શુલ્ક પુસ્તક આપવા માટે તેઓએ પિતાની બીજી પુણ્યતિથિએ ઘરની લાઇબ્રેરીને હરતી ફરતી લાઇબ્રેરી બનાવી દીધી છે.

    શહેરના વરાછા વિસ્તારના રવજી વ્યાસે વર્ષ ૧૯૯૯ થી તેમના ત્રણ માળના મકાનને અવનવા ફર્નિચરને બદલે પુસ્તકો, મેગેઝીન અને જૂના પેપરોથી શણગાર્યું છે. બે વર્ષ પહેલા રવજીભાઈનું નિધન થયા બાદ લાઇબ્રેરીની જવાબદારી મોટા પુત્ર કમલેશ વ્યાસે ઉપાડી છે અને તે પિતાના સેવા યજ્ઞને આગળ વધારી રહ્યા છે. રવજીભાઈએ તેમાં અનેક વર્ષોના પુસ્તકો, સામયિકો તથા શબ્દકોષો ઉપલબ્ધ કર્યા છે. તેમની પાસે વિવિધ પબ્લિકેશનની 50 ગીતા, ગાંધીજીના અક્ષરદેહના 50 વોલ્યુમ, 16 પુરાણ અને 300 સંસ્કૃતના પુસ્તકો છે. ભારતની અનેક ભાષામાં લખાયેલા પુસ્તકો પણ છે. વળી એક આખો રૂમ માત્ર સફારી જેવા મેગેઝીનોથી ભરેલો છે. એ સિવાય આત્મકથાનાં પુસ્તકો, બાળસાહિત્ય, સસ્તુ-સાહિત્ય સહિતનાં અનેક પ્રકાશનોનાં લાખો પુસ્તકો જોવા મળે છે. લાખો રૂપિયાની ભાડાની આવક ઊભી થાય તેવી તેમની બિલ્ડીંગમાં રસોડાને છોડીને બધો ભાગ પુસ્તકોથી ઢંકાયેલો છે. 

    રવજીભાઈએ પોતે સાતમા ધોરણમાં વગર પુસ્તકે પરીક્ષા આપી હતી જેથી તેઓએ અન્ય લોકો અભ્યાસ અર્થે લાચાર ના બને તે હેતુથી આ પુસ્તકાલયને ચલાવી રહ્યા છે 

    રવજીભાઈએ પોતે સાતમા ધોરણમાં વગર પુસ્તકે પરીક્ષા આપી હતી જેથી જરૂરિયાતમંદ લોકોને પુસ્તકોની ખોટ ન પડે એ માટે તેમણે પુસ્તકોનો સંગ્રહ કર્યો છે. સંગ્રહમાં આશરે 100 થી 200 વર્ષ જૂના પુસ્તકો છે. પચાસ વર્ષ પહેલાં જ્યારે ટેકનોલોજી ન હોવાને કારણે છાપાં કે અન્ય પુસ્તકો હાથથી લખાતા હતા એવા પણ પુસ્તકો સાચવ્યા છે. આજે એમની બીજી પુણ્યતિથિ નિમિત્તે આ લાઇબ્રેરી હરતી ફરતી લાઈબ્રરીમાં રૂપાંતરિત થઈ છે આ અંગે પુત્ર કમલેશ વ્યાસે કહ્યું કે, પપ્પા લોકો દ્વારા પસ્તીમાં ત્યજી દેવાયેલા પુસ્તકોને તેઓ સાચવતા હતા. પુસ્તકોના પેપરની જાળવણી માટે કોઈપણ પ્રકારના પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પપ્પા હંમેશા સેલ્ફ મેડ જ રહ્યા છે. ફેફસાનું કેન્સર થવાને કારણે તેમનું 60 વર્ષે મૃત્યુ થયું છે. તેમની બીજી વરસી છે જેથી ફરતા ફરતા પુસ્તકાલયનો કોન્સેપ્ટ મેં ઇમ્પ્લીમેન્ટ કર્યો છે.

    જ્યારે પિતાના મૃત્યુ બાદ પ્રોપર્ટીને લઈને ભાઈઓ વચ્ચે તકરાર ઊભી થતી હોય છે પરંતુ અહીં તો પિતાની પુંજી એટલે લાઇબ્રેરીને ટકાવી રાખવા માટે પુત્રો ભાડાના મકાનમાં રહી રહ્યા છે અને પોતાના મકાનમાં પિતાએ ઊભી કરેલી લાઇબ્રેરીને ટકાવી રાખી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply