AAP- ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીના નામની સત્તાવાર જાહેરાત
Live TV
-
આમ આદમી પાર્ટી દ્વારા આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીના નામની સત્તાવાર જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદ ખાતેની પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત કરી હતી જેને પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા આવકારી હતી અને ઈશુદાન ભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના નામની જાહેરાત કરતા પહેલા આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા આધારિત સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના નાગરિકો દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ઈસુદાનભાઈ ગઢવીને લોકોએ મત આપ્યો હતો
