સુરતમાં કોવિડ કેર હોસ્પિટલોમાં ICU અને અન્ય બેડની ક્ષમતા વધારવાનો નિર્ણય
Live TV
-
કતારગામમાં 1000થી વધુ કેસ, જેમાથી 700 દર્દી ડાયમન્ડ ઉદ્યોગ સાથે જોડાયેલા, કેટલાક યુનિટો બંધ કરાયા
સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જંયતિ રવિ હાલ સુરતની મુલાકાતે છે. પત્રકાર પરિષદમાં અગ્ર સચિવે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુરતમાં કોવિડ કેર હોસ્પિટલોમાં આઇસીયુ અને અન્ય બેડની ક્ષમતા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. તો શહેરમાં 104 હેલ્પલાઇનની કામગીરી વધારવામાં આવી છે અને જેમાં કોલ કરવાથી ઘરે જ સારવાર આપવા અને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવે તો હોસ્પિટલમાં લઇ જવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો તેમણે વિવિધ સામાજીક સંસ્થાઓ અને સમાજના અગ્રણી સાથે પણ બેઠક યોજી હતી. સાથે સાથે તેમણે જણાવ્યુ કે જો કોઇ વિસ્તારમાં કેસ વધશે તો તે વિસ્તારને કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરાશે અને તંત્ર નિયમોનું ભંગ કરનાર સામે આકરા પગલા ભરશે...
સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો. જ્યંતી રવિએ સુરતની મુલાકાતે છે...માત્ર કતાર ગામ ઝોનમાં જ 1000થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાંથી 700થી વધુ કોરોના પોઝિટિવ લોકો ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેથી કતારગામ ઝોન કે જ્યાં મોટા ભાગના વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે એ ઝોનની જ્યંતિ રવિએ મુલાકાત લીધી હતી. સાથે તેઓએ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ટ્રીટમેન્ટ આપતા ડોકટરો સાથે બેઠક અને ચર્ચા કરી જાણકારી મેળવી હતી. આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે, કન્ટેનમેન્ટ પ્લાનનું અમલીકરણ કરવા ટીમ રાઉન્ડ ધ કલોક કામ કરી રહી છે. સાથે જ તેમણે લોકોને પોતાના ઘર માં રહેવા અપીલ કરી હતી. તો હીરા ઉદ્યોગને બંધ રાખવા અંગે નિવેદન આપતા જયંતિ રવીએ જણાવ્યું હતું ,કે હાલ પૂરતા યુનિટ બંધ કરવામાં આવ્યા છે, જેથી કરીને કોરોના નું સંક્રમણ અટકાવી શકાય છે...
