સુરતમાં નથી થંભી રહ્યો કોરોનાનો કહેર, કુલ સંક્રમિતોની સંખ્યા 7,800ને પાર
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું સરકારના પ્રયત્નોથી સંક્રમણનો ડબલીંગ રેટ નવ દિવસથી વધીને 32 દિવસ થયો-ધન્વતરી રથથી મળી રહ્યા છે સારા પરિણામ.
ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ હવે સતત બેકાબુ બની છે. ગઇકાલે 925 જેટલાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે, તો 10 દર્દીઓના મરણ થયા છે. તેની સામે 791 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. ગઇકાલે સૌથી વધુ 236 કેસ સુરતમાં નોંધાયા હતા. જેમાં સુરત ગ્રામીણના 63 કેસ હતા.
અમદાવાદમાં 173 કેસ નોંધાયા હતા. ત્યારે રાજકોટમાં કોરોના પોઝિટિવનો આંક ચિંતાજનક રીતે વધ્યો છે. જેમાં 54 કેસ નોંધાયા છે. ત્યારે વડોદરામાં પણ હવે સતત વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે 77 કેસ નોંધાયા છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 61 કેસ નોંધાયા છે અને જૂનાગઢમાં 53 કેસ નોંધાયા છે.
સુરેન્દ્રનગરમાં પણ આજે વધુ 39 કેસ થયા છે. ભરૂચમાં 29 કેસ નોંધાયા છે. તો અમરેલી, કચ્છ, મહેસાણા અને બનાસકાંઠામાં 14-14 કેસ સામે આવ્યા છે. દરમિયાન આજે સુરતમાં નવા 104 કેસ નોંધાયા છે અને ગત રાત્રે વધુ છ લોકોના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 339 પર પહોંચ્યો છે.
