સુરત ડાયમંડ એસોસિએશમ દ્વારા કાર્યક્રમ
Live TV
-
હીરાઉદ્યોગમાં જીએસટીને લઈને પડી રહેલી સમસ્યાના નિરાકરણ માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રવિવારે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીએસટી એડવાઇઝરી કાઉન્સિલના ઓમપ્રકાશ મિત્તલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં રાજ્યમાં જીએસટીના અમલ પછી હીરા ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી બે મોટી સમસ્યા પર ચર્ચા કરવામાં આવી હતી.. ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના કારણે આઇટીસી રિફંડ મળતું નથી. તેમજ રફ ડાયમંડના ઇમ્પોર્ટ તથા પોલિશ્ડ ડાયમંડની નિકાસ પર 0.25 ટકા જીએસટી સહિત જોબવર્ક પર 5 ટકાના દરે જીએસટી વસુલાય છે. જેના કારણે નાના હીરા ઉદ્યોગકારોનો ફટકો પડી રહ્યો છે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખે પણ આ તમામ પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવે તેવી સરકારને અપીલ કરી હતી.
