સુરત ભાજપ ઉમેદવાર દર્શના જરદોશે ઉમેદવારી પત્ર ભર્યુ
Live TV
-
સુરતમાં ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ અને કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડાએ ગુરુવારે શક્તિ પ્રદર્શન કરી કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ભાજપ ઉમેદવારના સમર્થનમાં આ પુરુષોત્તમ રૂપાલા સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સાથે કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોશે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેઓએ વનિતા વિશ્રામથી કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી અને બાદમાં કલેકટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ રેલીમાં પરસોતમ રૂપાલા, મેયર, ધારાસભ્યો સહીત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દર્શના બેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે પણ તેઓ જંગી બહુમતીથી જીતશે. કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાળાએ વરાછા મીની બજારથી રેલી કાઢી રિંગરોડ થઈ કલેકટર કચેરીએ પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ બાબુ રાયકા, પાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રફુલ્લ તોગડીયા, એઆઇસીસી સદસ્ય કદીર પીરજાદા સહિત કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
