સુરત મનપાનું 2019-20નું 5599 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ
Live TV
-
સામાન્ય વેરા, યુઝર ચાર્જીસ અને વાહનવેરામાં કોઈ વધારો નહી
સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2019-20નું ડ્રાફટ બજેટ મ્યૂનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. પાલિકાનું રૂપિયા 5599 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બેજટમાં ગત વર્ષ કરતાં 221 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ બજેટમાં કોઈપણ જાતના સામાન્ય વેરા, યુઝર ચાર્જીસ અને વાહનવેરામાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. આ વખતના બજેટમાં કોઈ ખાસ નવી જોગવાઈ કરવામાં આવી નથી. પણ વધતા એર પોલ્યુશનને જોતા એર કન્ટ્રોલિંગ મોનીટર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ પાર્કિંગ પોલિસી, ગ્રીન બસ, ઇ-રીક્ષા પ્રોજેકટ અને માસ ટ્રાન્સપોર્ટેશન પર વધુ ભાર આપવામાં આવ્યો છે
