CM રૂપાણીએ લખપતના ગુરુદ્વારાની લીધી મુલાકાત, લંગર જમ્યાનો લ્હાવો લીધો
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે ભૂજ કલેકટર કચેરીએ વહીવટીતંત્રના અધિકારીઓ સાથે અછતની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ વર્ષે સૌથી વધુ સમય એમ આઠ મહિના માટે અછતની કામગીરી થશે તેવો દાવો કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં બાવન જેટલા ઢોરવાડાને મંજૂરી આપવામાં આવી છે અને ટ્રેન તથા ટ્રક મારફતે સાડાપાંચ કરોડ કિલો ઘાસનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ કચ્છના માંડવી અને મુન્દ્રા ખાતે દરિયાના ખારા પાણીને મીઠું કરવાના પ્લાન્ટની ,સ્થાપના કરવાની પણ, જાહેરાત કરી હતી. તેના દ્વારા 10 કરોડ લીટર ખારૂં પાણી મીઠુ થઇ શકશે.
ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુરૂનાનક દેવના પ્રથમ પાંચ શિષ્ય પૈકીના એક ભાઇ મોખમસિંહજીના લખપત ખાતે આવેલા ગૂરૂદ્વારાની પણ મુલાકાત લીધી હતી. રૂપિયા 10 કરોડના ખર્ચે ગુરૂદ્વારાખાતે નવીનીકરણ અને હાથ ધરાનારા વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત પણ કર્યું હતું.
