સૌરાષ્ટ્રના રાજવીઓ અને સરદાર વચ્ચેના સંબંધો હતા ગાઢ: કેસરીદેવસિંહજી
Live TV
-
પરદાદા અને સરદાર વલ્લભભાઈ પટેલનાઅંતરંગ સંબંધોને તાજા કરતાં સરદાર સાહેબની મહાકાય પ્રતિમાના સ્થળે વિશેષ મ્યુઝીયમમા ભારતના તમામ રજવાડા અને રાજવીઓની યાદગીરી રૂપે રાજવી અમરસિંહજીને પણ સ્થાન આપવા ભાવના વ્યક્ત કરી.
અખંડભારતના નિર્માણ માટે પોતાના રાજપાટના ત્યાગ અને બલિદાનમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના રજવાડાઓ અગ્રીમ હરેાળમાં હતા.....ભાવનગરના ક્રૃષ્ણકુમારસિહજીએ સૌપ્રથમ પોતાનું રજવાડું દેશને અર્પણ કરી દીધું.....તો મોરબી,વાકાનેર,જામનગર સહીત રાજવીઓ પણ તેને અનુસર્યા વાંકાનેરના રાજવી અમરસિંહજી બાપુ અને સરદાર વલ્લભભાઈ વચ્ચેના નિકટમ સંબંધો રહ્યા હતા...સરદારસાહેબ અને વાંકાનેરના તત્કાલિન રાજવી દાદાબાપુ અને રાજવી અમરસિહજી અવાર નવાર પોતાના મુંબઈ સ્થિત વાકાનેર હાઉસમાં મળતા હતા... તેમની વચ્ચે ગાઢમિત્રતા રહી હતી...એટલુ જ નહી અમરસિંહજીની નાદુરસ્ત તબીયત અંગે સરદારસાહેબ ખુદ તબીયત પુછવા મુંબઈ આવી ખબરઅંતર પુછતા હતા..ત્યારે વાકાનેર યુવરાજ કેસરીદેવસિંહજીએ પોતાના પરદાદા અને સરદાર વલ્લભભાઈ પટેલનાઅંતરંગ સંબંધોને તાજા કરતાં સરદાર સાહેબની મહાકાય પ્રતિમાના સ્થળે વિશેષ મ્યુઝીયમમા ભારતના તમામ રજવાડા અને રાજવીઓની યાદગીરી રૂપે રાજવી અમરસિંહજીને પણ સ્થાન આપવા ભાવના વ્યક્ત કરી છે..ઉલ્લેખનીય છે કે, સરદારની એક હાંકલે સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડના 222 રજવાડાઓએ દેશના અન્ય રજવાડાઓ સાથે પોતાનાં રાજપાટ દેશને અર્પણ કરી દીધા હતા...
