સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ
Live TV
-
મોરબી અને ટંકારા ગામમાં જળબંબાકાર
રાજ્યમાં ડિપ્રેશનને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ભારે થી ભારે વરસાદ થયો હતો. ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, તેમજ કચ્છ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. સાંજના 6 સુંધી સૌથી વધુ મોરબી જિલ્લાના મોરબી અને ટંકારા ગામમાં 11 ઇંચથી વધારે વરસાદ થયો હતો. જ્યારે સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટમાં 7 થી 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદને પગલે સૌરાષ્ટ્રના નાના-મોટા જળાશયો છલકાયા હતા. અને નિચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ગયા વર્ષે ચોમાસું પૂરું થયું ત્યારે રાજ્યના જળાશયોમાં 56 ટકા પાણી હતું, જયારે આ વર્ષે સારા વરસાદના પગલે અત્યાર સુધીમાં જ કુલ 60 ટકા જળ સંગ્રહ થઇ ગયો છે.
