Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના ૧૪માં સમૂહ લગ્ન મહોત્સવમાં નવદંપતીઓને મુખ્યપ્રધાને આર્શીવાદ

Live TV

X
  • આ પ્રસેગં મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજના સમયમા સમૂહલગ્નની આવશ્યકતા છે. જેનાથી સમય અને નાણા બંન્નેની બચત થાય છે.

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ ખાતે આયોજીત સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના ૧૪માં સમૂહ લગ્ન મહોત્સવમાં નવદંપતીઓને આર્શીવાદ આપવા ઉપસ્થિત રહ્યા હતાં.જયાં તેમણે સમાજ ઉપયોગી ભવન નિર્માણમાં ફાળો આપનાર દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસેગં મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજના સમયમા સમૂહલગ્નની આવશ્યકતા છે. જેનાથી સમય અને નાણા બંન્નેની બચત થાય છે. વઘુમાં તેમણે સમાજની આ પ્રકારની ઉમદા પ્રવૃત્તિઓને બિરદાવતા સમાજના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર પંથકમાં અનેક વિકાસના કામો ઝડપભેર થઈ રહયા હોવાની વાત કરતા કહ્યું હતું કે, આગામી એક વર્ષમાં સૌની યોજના પૂર્ણ થશે. જેનાથી આ વિસ્તારના ખેડૂતો ત્રણ પાક લઈ શકશે. સાથે રાજ્યના બંદરોનો વિકાસ, લઘુ ઉધોગો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પટેલ સમાજના આદ્યસ્થાપક મગનભાઈ રામાણી ઉપરાંત ભા.જ.પ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply