સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વિશ્વના 100 મહાન સ્થાનોના લીસ્ટમાં સામેલ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના 100 મહાન સ્થાનોના લીસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ સામેલ થતા ખુશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, એવા સમાચાર જે તમને રોમાંચિત કરશે. મને બતાવતા આનંદ થાય છે કે, સરદાર સરોવર ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે 134.00 મીટરે પહોંચી ગઈ છે, આ માહિતીને શેર કરવા બદલ હું આનંદ અનુભવું છુ.
આકર્ષક દ્રશ્યની કેટલીક તસવીરો શેર કરૂ છુ, મને આશા છે કે તમે આ ઐતિહાસિક સ્થાન પર જશો અને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' જોશો. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, TIME મેગેઝિન જાહેર કરવામાં આવેલા 100 મહાન દર્શનીય 2019ના સ્થાનોના લીસ્ટમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ સ્થાન મેળવ્યું છે. થોડા દિવસો પહેલા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે એક જ દિવસમાં 34,000 લોકોએ મુલાકાત લઈને રેકોર્ડ સર્જાયો હતો. મને આનંદ છે કે, તે એક લોકપ્રિય પર્યટક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.
