સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શોના સમયમાં થયો ફેરફાર
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજનાં સમયે યોજાતા લેસર શો પ્રવાસીઓ માટે અત્રેનાં મુખ્ય આકર્ષણ પૈકીના એક છે. સામાન્ય રીતે સાંજના 7:00 કલાકે પ્રવાસીઓ માટે આ શો શરૂ કરવામાં આવે છે.
હાલમાં ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો છે.જેના કારણે દિન- પ્રતિદિન દિવસ લાંબો થતો જાય છે. જેના કારણે તાત્કાલીક અસરથી મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી આજ રોજ તા.19/03/2022ના રોજથી સાંજના 7:00 કલાકનાં બદલે 7:15 કલાકથી લેસર શો શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અત્રે લેસર શો માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે અને તેની લેસર ગન શક્તિશાળી છે. લેસર શો જ્યારે સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય અત્રેની કચેરી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવાયો છે.
